નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ અત્યાર સુધીમાં 1,51,767 કોરોનાના પોઝિટિવ કેસ દેશમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 6387 નવા કેસ જોવા મળ્યા છે. જ્યારે 170 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કારણે થયેલા મૃત્યુનો આંકડો 4337 પર પહોંચ્યો છે. જો કે 64,426 લોકો સાજા થઈને ઘરે પણ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Coronavirus: શું શાળા કોલેજો ખુલશે? ગૃહ મંત્રાલયે આપ્યો મહત્વનો જવાબ, ખાસ જાણો


સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં હજુ પણ 1,51,767 માંથી 83004 એક્ટિવ કેસ છે. દેશમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને તામિલનાડુ જેવા રાજ્યોમાં જોવા મળી રહ્યો છે. છેલ્લે જે આંકડા સામે આવ્યાં છે તેમાં સૌથી વધુ મૃત્યુ મહારાષ્ટ્રમાં થયા છે. અહીં કુલ 1792 લોકોના મૃત્યુ થયા છે. 


મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 54,758 કેસ નોંધાયા છે. જ્યારે 1792 લોકોએ જીવ ગુમાવ્યાં છે અને 16,954 લોકો રિકવર થઈને ઘરે ગયા છે. ત્યારબાદ તામિલનાડુમાં સૌથી વધુ કેસ છે જ્યાં 17,728 કેસ નોંધાયા છે. જેમાંથી 127 લોકોના મૃત્યુ થયા છે અને 9,342 લોકો સાજા થઈને ઘરે ગયા છે. 


ત્રીજા નંબરે ગુજરાત આવે છે જ્યાં 14,821 કેસ અત્યાર સુધી નોંધાયા છે અને 915 લોકોના મૃત્યુ થયા છે. જો કે 7,139 લોકો સાજા થઈને ઘરે ગયા છે. ચોથા નંબરે દેશની રાજધાની દિલ્હી છે જ્યાં કોરોનાના 14,465 કેસ નોંધાયા છે. 288 લોકોએ જીવ ગુમાવ્યાં છે અને 7,223 લોકો સાજા થઈને ઘરે ગયા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube